દરેક કુટુંબનો મોભી પુરુષ છે : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 15 સપ્ટેમ્બર 2024)

કોઈ પણ નૉર્મલ કુટુંબનું વાતાવરણ સર્જાય છે પરિવારના મોભીથી-પુરુષથી.

જે પરિવારમાં મોભીનું અવસાન થયું હોય કે એની કાયમી ગેરહાજરી હોય તે પરિવારમાં વિધવા કે ત્યક્તા માતા આપોઆપ આ સ્થાને આવી જતી હોય તે સ્વાભાવિક છે. સ્વામી આનંદે ‘ધનીમા’નું વિગતવાર જીવનદર્શન આલેખ્યું જ છે. ‘કુળકથાઓ’ સૌએ વાંચી લેવી. વિધવા કે ત્યક્તા માતા મોભી હોય એવા પરિવારોની સંખ્યા ઘણી ઓછી હોવાની. માટે અહીં અપવાદોની વાત નથી કરવી.

પુરુષ કુટુંબનો મોભી હોય છે અને એ પુરુષને કારણે જ પરિવારનું વાતાવરણ સર્જાય છે. સારું કે ખરાબ—એના માટે પુરુષ જ જવાબદાર છે, આ વાત આજે કહેવાની છે. આ મારું નિરીક્ષણ છે. તમારે સહમત થવું, ના થવું તમારી મરજીની વાત છે. તમારું નિરીક્ષણ જુદું હોઈ શકે છે.

મેં જોયું છે કે મકાનમાંથી ઘર બને છે ત્યારે એ ઘરની પહેલી ઇંટ ઘરના મોભી દ્વારા, પુરુષ દ્વારા મૂકાય છે. એ જે દિશામાં ઇંટ ગોઠવશે તે જ દિશામાં ઘરના બાકીના સભ્યો પોતપોતાની ઇંટ મૂકતા જશે.

પરિવારનો મોભી રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જવાની આદતવાળો હશે તો સંતાનો પર એની સીધી અસર પડશે. રોજ સવારે અને સાંજે પ્રાર્થના કરતો હશે તો એનાં સંતાનો પણ મોટાં થઈને પોતાનાં સંતાનો સાથે પ્રાર્થના કરતાં હશે. પરિવારનો મોભી પોતાના મિત્રો-સગાંવહાલાં-કલીગ્સ સાથેની વાતચીતમાં બહાનાં કાઢતો હશે, નાની નાની વાતોમાં જુઠ્ઠું બોલતો હશે તો આખા પરિવારને એવી ટેવ પડતી જશે અને દરેક વખતે સાચેસાચું કહી દેતો હશે તો આખું ઘર સત્યપ્રિય બનશે. પ્રામાણિકતાનું પણ એવું જ.

ઘર વ્યવસ્થિત રાખો, દરેક વસ્તુ નિશ્ર્ચિત જગ્યાએ જ મૂકો, અને જ્યાંથી લીધી છે ત્યાં જ પાછી મૂકો, ધૂળ-કચરો સાફ કરતા રહો, રોજ જાતે પથારી વાળો, નહાયા પછી બાથરૂમ કોરો કરો આવો આગ્રહ રાખીને ઘરનો મોભી પરિવારના બાકીના સભ્યો પર બૂમબરાડા કરતો રહેશે તો કંઈ નથી વળવાનું. પણ આ બધું જ જો એ પહેલેથી જ જાતે કરતો હશે તો એના કહ્યા વિના જ ઘરની સ્ત્રી-સંતાનો એને અનુસરવાના જ છે.

દરેક ઘરને એક આગવું વાતાવરણ હોય છે, અંગ્રેજીમાં એના માટે વધારે સચોટ શબ્દ છે – વાઈબ્સ. દરેક ઘરનો માહોલ એ ઘરના મોભીને કારણે સર્જાતો હોય છે.

હું જે મિત્રો-કુટુંબીઓ કે ઇવન ઓછા પરિચિતોને ત્યાં જતો હોઉં છું તે ઘરના વાઇબ્સ મને હંમેશાં સારા જ અનુભવાતા હોય છે. એનું કારણ છે. જેમને ત્યાં જવાનું નક્કી કરું એમના પોતાના વ્યક્તિત્વના વાઇબ્સ જો મને ઠીક ના લાગે તો હું એમને ત્યાં નથી જતો.

ઘરના મોભી સમાન પુરુષનું મહત્ત્વ આ વિદેશથી ઇમ્પોર્ટ કરેલી વીમેન્સ લિબરેશનની ચાંપલીડાહી વાતોએ ડહોળી નાખ્યું છે. વેદો-ઉપનિષદો લખાયા એ જમાનાથી આપણે સ્ત્રીઓનો આદર કરતા આવ્યા છીએ. દુનિયાએ આપણને શીખવાડવાનું નથી, આપણામાંથી દુનિયાએ શીખવાનું છે. છેલ્લા થોડા સૈકાઓ દરમ્યાન વામપંથીઓ અને અરાજકતાવાદીઓની અસરમાં આપણે આપણા અસલ વારસાનું ગૌરવ કરતા બંધ થઈ ગયા હતા.

બીજું, માતાનાં ગુણગાન ગાવામાં આપણે ઘરના મોભીનું મહત્વ ઓછું આંકવાનું શરૂ કરી દીધું. જે ઘરનો મોભી દરેક રીતે સ્ત્રીનું સન્માન કરનારો હશે તે કુટુંબના દરેક સભ્યો આપોઆપ પોતાના સંબંધમાં કે પોતાના પરિચયમાં આવતી સ્ત્રીઓનું આપોઆપ સન્માન કરતાં થવાના જ છે.

જે ઘરનો મોભી ચાલબાજી કરીને કે ચાપલૂસી કરીને પોતાની જિંદગીને આગળ લઈ જતો હશે તે ઘરના બાકીના સભ્યો પણ જાણેઅજાણે એ જ રાહ પર ચાલવાના છે.

ઘરના મોભીને ઘણી વાર ખબર પણ નથી હોતી કે એના પર કુટુંબની કેટલી મોટી જવાબદારી છે. આર્થિક બોજની વાત નથી. સંસ્કારો ઉછેરવાની વાત છે. અમારા પરિવારમાં તો જેને જે કરવું હોય તેની છૂટ છે એવું કહીને છટકી જતો ઘરનો મોભી ઉદાર નથી. ‘જેને જે કરવું હોય તે કરે’ એવી એટિટ્યુટ દરેક વાતે ન હોય. ઘરનું કોઈ સભ્ય કુટુંબને કે સમાજને કે એને પોતાને નુકસાન થાય એવું કોઈ કામ કરતું હોય તો બે ધોલ મારીને એની સાન ઠેકાણે લાવવી પણ પડે. એનામાં શિસ્તના સંસ્કાર રેડવા પડે. એને ટોકવાની ફરજ બજાવવી પડે.

દીકરી પરણે છે ત્યારે એને માબાપ તરફથી, સમાજ તરફથી, દીકરી વિશે કવિતાઓ કરનારા દોઢડાહ્યાઓ તરફથી ઘણી શીખામણો મળતી હોય છે. દીકરાને પરણાવતી વખતે આ સૌએ એને એક જ શીખામણ આપવી જોઈએ. પરણીને જો તું અલગ ઘર માંડવાનો હોઉં તો એ ઘરનો મોભી તું હોઈશ. તું જે રીતનું વિચારીશ-વર્તન કરીશ એ રીતનું તારા ઘરનું વાતાવરણ બંધાશે. અને જ્યાં સુધી તું અલગ ઘરમાં રહેવા જતો નથી ત્યાં સુધી અત્યારે જેના ઘરમાં તું અને તારી વહુ રહેવાના છો તે ઘરના મોભીનો તારે અને તારી પત્નીએ આદર કરવાનો છે. ઘરના મોભીએ પણ કૉન્શ્યસ રહેવું પડે કે પોતે જે વાઇબ્સ સર્જ્યા છે તે ખોરવાય નહીં, દૂધમાં સાકર ભળે તે રીતે નવી આવેલી વ્યક્તિ એમાં ભળી જાય.

આપણે ત્યાં કુટુંબના સંસ્કારોનું ઘણું મહત્વ છે. આ સંસ્કારો એટલે શું ? આ સંસ્કારો એટલે બીજું કશું નહીં પણ પરિવારના મોભીએ સર્જેલો માહોલ. ઘરનાં બાળકોને આઉટડોર સ્પોટર્સમાં, સ્વિમિંગ-હૉકી-ફૂટબૉલમાં કે જિમમાં જવામાં રસ ન પડતો હોય તો એમને ટોકવાથી કંઈ નહીં વળે. ઘરના મોભી જો એ પ્રવૃત્તિઓ કરતા હશે તો બીજા સભ્યો આપોઆપ એનું અનુસરણ કરવાના છે. આવું જ યોગ, આરોગ્ય, ખાવાપીવાથી અને અન્ય બાબતોમાં. કુટુંબના મોભીને જો નિયમિત યોગ-પ્રાણાયામ કરતાં બાકીના સભ્યો જોશે કે ખાણીપીણી માટે સભાન જોશે કે સ્વાસ્થ્ય માટે એલોપથીની રંગબેરંગી ટીકડીઓ ખાવાને બદલે આયુર્વેદના ઘરગથ્થુ ઉપચારો કરતાં જોશે તો ઘરનું વાતાવરણ એવું જ બનવાનું છે.

કોઈપણ ઘરનું વાતાવરણ આપમેળે નથી બનતું. ઘરના મોભીએ મહેનત કરવી પડે છે, સજાગ રહેવું પડે છે, સતત. કોઈના ઘરમાં પ્રવેશતાં જ તે પ્રસન્નતા અનુભવો તો હવેથી યાદ રાખજો કે તમારે એ વાઇબ્સ માટે કોને અભિનંદન આપવાનાં છે.

પાન બનારસવાલા

માત્ર તૂટેલા ઘરના લોકો જ પોતાના નામની પાછળ પિતાને બદલે માતાનું નામ મૂકતા હોય છે. અથવા તો એવા લોકો જેમને પોતાના પિતા કોણ છે એ વિશે ખાતરી ના હોય.

-ફ્રેડરિક માર્ટિન ક્વાન (ઑસ્ટ્રિયન કાર્ટૂનિસ્ટ અને વ્યંગલેખક : 1942-2004)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here