( તડકભડક: ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૦ નવેમ્બર ૨૦૨૪)
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના અમે ચાહક છીએ. એમની ફિલ્મો, તમિળમાં સમજ પડે કે ના પડે, અંગ્રેજી સબ ટાઈટલ વગર જોવાની, ઓરિજિનલ તમિળમાં—હિંદીમાં ડબ થયેલી નહીં.
રજનીકાંતની ગયા મહિને રિલીઝ થયેલી ફિલ્મ ‘વેટ્ટિયન’ ( શિકારી) અમે સવારે સાત વાગ્યાના ફર્સ્ટ ડે સેકન્ડ શોમાં જોઈ. (કારણ? કારણકે સવારે ચાર વાગ્યાનો ફર્સ્ટ શો હાઉસફુલ થઈ ગયો હતો.)
રજનીકાંત આજની તારીખે પણ સુપર હીરો છે. એમની સ્ક્રીન પ્રેઝન્સ એમના ચાહકોને પાગલ કરી નાખે. દરેક ફિલ્મની રિલીઝ વખતે થિયેટરના કમ્પાઉન્ડમાં અને થિયેટરની અંદર તહેવાર જેવું વાતાવરણ હોય.
રજનીકાન્ત કેવી રીતે રજનીકાન્ત બન્યા?
પી.સી. બાલાસુબ્રમનિયન અને રામ એન. રામકૃષ્ણન લિખિત ‘ગ્રાન્ડ બ્રાન્ડ રજની’માં કહેવાયું છે કે રજનીકાન્તની કારકિર્દી શરૂ થઈ ત્યારે એમની સામે કેટલાં વિઘ્નો હતાં :
1. બીજા એક્ટરોની જેમ ગોરા તો જવા દો, ઘઉંવર્ણા પણ નહીં.
2. બીજા અભિનેતાઓ જેવો ટ્રેડિશનલી હેન્ડસમ ચહેરો નહીં.
3. દર્શકો માટે આવું કૉમ્બિનેશન પહેલવહેલી વારનું હતું.
4. પોતાના સાચા નામે નહીં પણ જુદા નામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને તે પણ ઑલરેડી એ નામનું એક કેરેક્ટર ફિલ્મોમાં આવી ચૂક્યું હતું ને આવીને ભૂલાઈ પણ ગયું હતું.
5. કોઈ ધામધૂમ વિના ઈન્ડસ્ટ્રીમાં આગમન. એ વખતે એમના કરતાં મશહૂર એવા બીજા અભિનેતાઓ ઑલરેડી પ્રેક્ષકોમાં લોકપ્રિય હતા.
6. શરૂમાં પોતાની આગવી ઓળખ જેવું કંઈ નહીં.
7. ભવિષ્યમાં કેવા પ્રકારના રોલ કરશે, કયા ઑડિયન્સ માટે ફિલ્મો કરશે એ વિશેની કોઈ સ્પષ્ટતા નહોતી.
આટઆટલાં વિઘ્નો પછી પણ બ્રાન્ડ રજની સફળ થઈ. શું કારણ એનું?
1. કરિયર લૉન્ચ થઈ ત્યારે કોઈ હાઈપ ઊભો નહોતો થયો એટલે પ્રેક્ષકોની કોઈ અપેક્ષા જ નહોતી. જો એમની પહેલી ફિલ્મ વખતે જ જોરદાર પબ્લિસિટી કરીને કહેવાયું હોત કે ‘નેકસ્ટ સુપર સ્ટારનું આગમન’ વગેરે તો શક્ય છે કે રજનીકાન્તની કરિયર શરૂની ફિલ્મોમાં જ ધૂળ ચાટતી થઈ ગઈ હોત. પહેલી જ નહીં, બીજી, ત્રીજી, ચોથી કે ઈવન પાંચમી ફિલ્મ સુધી એમને સુપર સ્ટાર તરીકે પ્રૉજેક્ટ કરવામાં આવ્યા નહોતા. પહેલાં કામ કરો પછી બણગાં ફૂંકો અને જો તમારું કામ બીજાઓ કરતાં ઘણું આગળ હશે તો તમારે બણગાં ફૂંકવાની જરૂર જ નહીં પડે. તમારા ચાહકો જ તમારો હાઈપ ઊભો કરશે.
2. ફિલ્ડના તમારા સિનિયરોની કે પછી સમકાલીન રાઈવલ્સની નકલ નહીં કરવાની. તમે જેમની સાથે સ્પર્ધા કરી રહ્યા છો એ તમારા સિનિયર્સ કે સમકાલીનો જે કંઈ કરી રહ્યા છે એમના કરતાં જો કંઈક જુદું કરશો તો જ તમારી ટેલેન્ટ લોકો સુધી પહોંચશે. કાર્બન કૉપીઓ અને છઠ્ઠી ફોટો કૉપીઓ ક્યારેય ટોચ પર નહીં પહોંચી શકે. મિમિક્રી આર્ટિસ્ટો સેંકડો હોવાના. પણ લતા મંગેશકરથી લઈને કૈલાસ ખેર સુધીના આર્ટિસ્ટો આંગળીને વેઢે ગણાય એટલા જ હોવાના. કુમાર સાનુ એક જમાનામાં બારમાં કિશોર કુમારનાં ગીતો ગાતા અને સોનુ નિગમ શરૂના વખતમાં ઑરકેસ્ટ્રામાં મોહમ્મદ રફીના અવાજમાં ગાતા. જો એ લોકોએ એ જ કામ ચાલુ રાખ્યું હોત તો તેઓ આજે બહુ બહુ તો સુદેશ ભોસલે બન્યા હોત અને ભાગ્યે જ કોઈ એમને યાદ કરતું હોત. પણ એમણે નકલ કરવાનું છોડી દીધું.
મોહમ્મદ રફીના ઈન્તકાલ પછી અનવર અને મોહમ્મદ અઝીઝથી માંડીને શબ્બીર કુમાર સુધીના અડધોએક ડઝન ગાયકોને પ્લેબેક સિંગિંગનો ચાન્સ મળ્યો. પણ એ બધા જ રફીની નકલ કરવામાં રહ્યા, એમ માનીને કે આપણે રફી સા’બની ખાલી પડેલી જગ્યા પૂરી રહ્યા છીએ. અરે ભાઈ, ખુદ કિશોરકુમારના દીકરા અમિતકુમાર ‘લવસ્ટોરી’ (1981)માં આવડો મોટો ચાન્સ મળવા છતાં બાપની ખાલી પડેલી જગ્યા પૂરી શક્યા નહીં તો બીજાઓની શું વિસાત? કમલેશ અવસ્થી પણ મૂકેશના અવાજ તરીકે ઑરકેસ્ટ્રાઓમાં ખૂબ સફળ થયા પણ ફિલ્મોમાં એમને કામ ન મળ્યું. ન જ મળે. આ દુનિયા મૌલિક ટેલેન્ટ ધરાવતા પ્રતિભાશાળીઓને માથે મૂકીને નાચે છે પણ નકલચીઓને એમનો રસ્તો દેખાડી દે છે, એમનું સ્થાન ક્યાં છે તે દેખાડી દે છે. લેજન્ડ બનવા માટે મૌલિક પ્રતિભા જોઈએ. બીજાના ક્લોન્સ બનીને ઝાઝું આગળ ન વધાય.
3. ત્રીજી અને છેલ્લી વાત. કોર કૉમ્પીટન્સી અર્થાત્ તમારી નિપુણતા, પાયાની કાબેલિયત. રજનીકાન્ત જે કોઈ રોલ કરશે તેમાં તેઓ જાન રેડી દેશે અને છેવટે એ રોલમાં તેઓ મુઠ્ઠી ઉંચેરા પુરવાર થશે એની પ્રેક્શકોને ખાતરી હોય છે. તમને એ પણ ખબર હોય કે, જ્યાં એમને લાગશે કે આ રોલ જબરજસ્ત છે પણ મારા માટે નથી એવું એમને લાગશે ત્યારે તેઓ એ રોલ નહીં કરે.
એક દાખલો તમને આપું. પુસ્તકમાં નથી પણ આ વાતની મને ખબર છે. એક હિંદી ફિલ્મ આવી હતી ‘દૃશ્યમ્’ જેમાં અજય દેવગન હતો. દેવગનને કારણે કે હિંદી ફિલ્મના દિગ્દર્શક નિશિકાંત કામતે મૂળ ફિલ્મ સાથે લીધેલી કેટલીક ભળતી-સળતી છૂટછાટને કારણે મને એ બહુ જામી નહીં. લોકોને ગમી. ભલે. મેં મૂળ મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે થિયેટરમાં ત્રણ વાર જોઈ હતી. જબરજસ્ત. અજય દેવગનવાળી સાવ કચરો લાગે. મૂળ ફિલ્મનું એ જ નામ હતું – ‘દૃશ્યમ્’. મલયાલમ ફિલ્મના સુપરસ્ટાર મોહનલાલ હીરો છે. એ ફિલ્મ તમિળમાં ફરી બનાવવાનું નક્કી થયું. સેમ ડિરેક્ટર—જિતુ જોસેફ. દિગ્દર્શકે રજનીકાંતનો એપ્રોચ કર્યો. રજનીસરે આ ફિલ્મ મલયાલમમાં જોઈ હતી. ગમી હતી. હીરોનો રોલ પણ જબરજસ્ત હતો અને તમિળમાં સો ટકા હિટ જવાની જ હતી. પણ એમણે ના પાડી, શું કામ?
રજનીકાન્તનું કહેવું હતું કે, મારા ફેન્સ હંમેશાં મને ફાઈટ કરતી વખતે જીતતો જોવા માગતા હોય છે. તો જ એમને પૈસા વસૂલ થયાની ફીલિંગ આવે. ‘દૃશ્યમ્’ની વાર્તામાં હીરોએ પોલીસના હાથનો ઢોરમાર ખાવાનો છે અને તે પણ કોઈ જાતના પ્રતિકાર વિના. કારણ કે પ્રતિકાર કરવા જશે તો એનું સમગ્ર કુટુંબ-સુંદર પત્ની અને બે રૂપાળી ટીન એજ દીકરીઓ – જોખમમાં આવી જશે. હીરોએ સંયમ રાખવાનો છે. ફિલ્મમાં એ બળથી નહીં, કળથી કામ લે છે અને પોતાના સહિત આખું કુટુંબ ઉગરી જાય છે.
પણ રજનીકાંતના ફેન્સ પોતાનો હીરો બળથી જીતે એવી જ અપેક્ષા રાખતા હોય. કળથી પણ ભલે જીતે, પરંતુ પોતાને માર મારીને અધમૂઓ કરી નાખનારને જો બમણો માર નહીં પડે તો ફેન્સ નારાજ થશે એમ માનીને રજનીકાન્તે એ ફિલ્મ નહીં કરી. કમલ હાસને કરી. ફિલ્મ તમિળમાં પણ હિટ ગઈ. એ પણ મેં થિયેટરમાં લાગી ત્યારે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોઈ. પછી ફરી એકવાર પણ થિયેટરમાં જ જોઈ. કમલ હાસન એક્ટર તરીકે એમાં બરાબર જામે છે. પણ રજનીસરને પોલીસના હાથનો માર ખાતાં અને પ્રતિકાર નહીં કરતા જોઈને મારો જીવ જરૂર કકળી ઉઠ્યો હોત. રજનીસરનું ડિસિઝન સાચું જ હતું. જે બ્રાન્ડ પોતાની કોર કૉમ્પીટન્સી છોડીને ગમે તે ક્ષેત્રમાં ઘૂસવાની કોશિશ કરે તેને માર જ પડતો હોય છે.
તમારી બ્રાન્ડ ‘લાઈફ બૉય’ની હોય તો એમાંથી ‘લાલ સાબુ’ની જ સ્મેલ આવવી જોઈએ. તમને ગમે એટલું મન થાય કે હવે તો અમે ‘લાઈફબૉય’માંથી માયસોર સેન્ડલ જેવી સુગંધ આવે એવું કરી શકીએ છીએ તો પણ એવું દુઃસાહસ ન થાય. હરકિસન મહેતાએ ગઝલ લખવાનું કે અશ્વિની ભટ્ટે ગીત લખવાનું શરૂ કર્યું હોત તો?
પાન બનારસવાલા
કંપની માટે પોતાની બ્રાન્ડ કોઈ વ્યક્તિ માટે પોતાની રેપ્યુટેશન જેવી હોય છે. જે અઘરામાં અઘરાં કામ હોય તે સારામાં સારી રીતે કરતાં જઈએ ત્યારે તમારી રેપ્યુટેશન બંધાતી હોય છે.
– જેફ બેઝોઝ
(જન્મ : 1964, એમેઝોન ડૉટ કૉમના સ્થાપક ‘ટાઈમ’ સાપ્તાહિકે છેક 1999માં ઈ-કૉમર્સમાં પાયોનિયરિંગ કામ માટે ‘પર્સન ઑફ ધ યર’નો ખિતાબ આપ્યો.)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો