( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 26 જાન્યુઆરી 2025)
જિંદગીના 75મા વર્ષ તમને કોઈ પાનો ચડાવે અને તમે નક્કી કરો કે નિવૃત્તિ ખંખેરીને મારે કાલથી રોજ સવારથી સાંજ ઑફિસની જવાબદારી નિભાવવી છે અને રવિવારે બે કલાક સેલ્ફ ડ્રાઈવ કરીને ફેક્ટરી પર જઈને ત્યાંનું કામકાજ જોવું છે-તો શું રાતોરાત તમે આ રૂટિન સેટ કરી શકવાના છો ?
મીડિયામાં ચારેકોર મેરેથોન-મેરેથોનની વાતો ચાલતી હોય અને જિંદગીમાં ક્યારેય યોગ, પ્રાણાયામ, વ્યાયામ કે ચાલવા-દોડવાની પ્રેક્ટિસ ન હોય છતાં 70 વર્ષની ઉંમરે તમને સોલો ઉપડે ને તમે ફુલ મેરેથોનમાં નામ લખાવી આવો તો શું તમે 42 કિલોમીટર દોડી શકવાના છો ?
સરકારી કે કૉર્પોરેટ જગતની નોકરીઓ કર્યા પછી 65મા વર્ષે ભરપૂર પેન્શન/વ્યાજની આવકવાળી નિવૃત્તિ મેળવીને તમે વિચારો કે મારા અનુભવનો, મારી કાબેલિયતનો લાભ લેવા મને કેમ કોઈ બોલાવતું નથી, આ દુનિયાને વડીલો સામે શું વાંધો છે-તો તમે બાકીની જિંદગી આવો બળાપો જ કાઢતા રહેશો. કોઈ તમને કામ માટે નહીં બોલાવે.
75મા વર્ષે નિયમિત ઑફિસની જવાબદારી સંભાળવી હોય, પોતાની ફેક્ટરી પર પણ દેખરેખ રાખવી હોય(અને જાતે ડ્રાઈવિંગ પણ કરવું હોય) તો એ માટે તમારે ત્રીસ, ચાળીસ અને પચાસની ઉંમરથી તમારી શારીરિક અને માનસિક ક્ષમતાઓ કેળવવી પડે.નાની ઉંમરે બેજવાબદારીવાળી લાઈફ જીવી હશે તો મોટી ઉંમરે શું ખાખ મહેનત થવાની છે તમારાથી ? નાની ઉંમરથી જ તમે વર્ક ઈઝ વર્શિપનો સિદ્ધાંત આપનાવ્યો હશે, ગળાડૂબ કામ કર્યું હશે, ક્ષુલ્લક મોજમજાઓ અને ટોળટપ્પામાં સમય નહીં વેડફ્યો હોય તો જ તમે 75મા વર્ષે પણ તાજામાજા રહીને રોજ તમારી ઑફિસે જઈને તમામ જવાબદારીઓ ખુશીખુશી નિભાવી શકશો અને એટલું જ નહીં રવિવારે પણ કોઈ ભાર રાખ્યા વિના, મસ્ત પિકનિક પર જતા હો એવા મૂડ સાથે બે કલાક સુધી સેલ્ફ ડ્રાઈવ કરીને તમારી ફેક્ટરી પર જઈ ગરમીમાં કલાકો સુધી ઊભાં રહીને પરસેવો નિતારીને ત્યાંના નાનામોટા પૉબ્લેમ્સનું સૉલ્યુશન લાવી શકશો, તમારાથી દસ-વીસ-ત્રીસ-ચાળીસ વર્ષ નાનાઓ માટે પ્રેરણારૂપ બની શકશો.
70મા વર્ષે મેરેથોન દોડીને 42 કિલોમીટર પૂરા કર્યાનો મેડલ ગળામાં પહેરવા માટે પાછળની આખી જિંદગી શિસ્તબદ્ધ રીતે જીવ નિચોવીને કામ કરવું પડે. ગ્લેમરસ કહેવાતા ફિલ્ડમાં પણ ટીટોટલર રહેવું પડે. 24 કલાક મન પ્રસન્ન રહે એ માટે પોતાના શોખ પાછળ પણ પૈસા, સમય અને એનર્જી ઈન્વેસ્ટ કરવાં પડે. અને હા, મેરેથોનમાં ભાગ લેવાની હોંશ થાય તો પહેલાં ટ્રેનર રાખીને વરસો સુધી નિયમિત પ્રેક્ટિસ કરવી પડે, આહારમાં સાચવવું પડે, શરૂઆતમાં ઓછા કિલોમીટર દોડીને છેવટે ફુલ મેરેથોનમાં ભાગ લઈ, ક્રમશ: ઓછા સમયમાં દોડ પૂરી કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરવી પડે. આ બધું કંઈ રાતોરાત નથી થતું.
65 વર્ષે નોકરીના કામકાજમાંથી નિવૃત્તિ લો એ પહેલાં જ તમારે નક્કી કરવું પડે કે રિટાયર્ડ થયા પછી શું કરવું છે, કયા કામની જવાબદારી લેવી છે ? આ માટે તમે 55-45-35ના હો ત્યારે જ તમારા મનમાં સ્પષ્ટતા થઈ ગઈ હોવી જોઈએ. પડશે એવા દેવાશેની માનસિકતા હશે તો 65 પછી પડવાના જ છો, કોઈ તમારો હાથ ઝાલવા નહીં આવે.
વૃદ્ધાવસ્થાને દિપાવવી હોય તો એની તૈયારી યુવાનીનાં વર્ષોમાં જ થઈ જવી જોઈએ. ટીનએજમાં ઝાઝી અક્કલ ના હોય અને દુનિયાદારી વિશે બહુ ગતાગમ ના હોય એ સમજી શકાય. એ ઉંમર જ દુનિયા સામે, આસપાસના લોકો સામે બળવો પોકારવાની છે. રિબેલ વિધાઉટ કૉઝ થવાની છે.
ઓગણીસ-વીસ વર્ષની ઉંમર પછી ડહાપણ આવવાની શરૂઆત થાય છે અને એ પછીનો આખો દાયકો અનુભવોના આધારે માનસિકતા ઘડાતી જાય છે. ચાળીસ-પચાસની ઉંમરની તમારી જિંદગી નક્કી કરી નાખે છે કે તમારી વૃદ્ધાવસ્થા કેવી હશે. 65 પછીની ઉંમરે તમે એ જ કરી શકશો જે કરવા માટેની શારીરિક અને માનસિક ક્ષમતા તમે એ પહેલાંની ઉંમરે કેળવી લીધી હોય. 65 પછી વિચારવા બેસશો કે હવે મારે આ કરવું છે ને તે કરવું છે તો તમે બહુ બહુ તો નાના-નાની પાર્કના સિનિયર સિટિઝન ગ્રુપના ખજાનચી, સેક્રેટરી કે પ્રેસિડન્ટ બની શકશો.
65 પછીની જિંદગી કેવી હશે તે નક્કી કરવા માટે 65મી વર્ષગાંઠ આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. 65 પછી ભરપૂર જિંદગી જીવવી હોય તો 35-45-55ની ઉંમરથી તમારે એ માટેનો નકશો બનાવવાની શરૂઆત કરવી પડે, માનસિક અને શારીરિક રીતે સજ્જ થઈ જવું પડે.
આજકાલના મોટિવેશનલ સ્પીકરો પાકા ઘડે કાંઠા ચડાવવાનો વ્યર્થ વ્યાયામ કરતા હોય છે. તેઓ 60-65ની ઉંમર વટાવી ગયેલાઓને શિખામણ આપતા ફરે છે કે તમારે સમી સાંજની જિંદગીને કેવી રીતે રૂડીરૂપાળી બનાવવી. આ તો ઇરેક્ટાઈલ ડિસ્ફ્ન્કશનવાળાને પૉર્ન ફિલ્મ બતાવવા જેવી વાત થઈ. માનસિક ગલગલિયાં થાય અને ત્યાં જ ઊભરો શમી જાય.
વૃદ્ધાવસ્થા કેવી રીતે દિપાવવી એની સલાહ 65 પ્લસના લોકોને આપવી વ્યર્થ છે. 35-45-55 પ્લસના લોકોને આ સલાહ આપવાની હોય. નિવૃત્તિ પછી માત્ર પોતાના પૈસા કે પરિવારજનોને જ મેનેજ નથી કરવાના હોતા. પોતાની જિંદગીને મેનેજ કરવાની હોય છે. 65 પછી તમે લાફ્ટરક્લબમાં જોડાઈને હાહાહીહી કરશો કે પછી તમારી પ્રવૃત્તિઓ જોઈને બીજા લોકોના મનમાં આદર જન્મે એવી જિંદગી જીવશો એ તમારે 35-45-55ની ઉંમરે નક્કી કરી લેવું પડે અને એ માટેની તૈયારીઓ કરવી પડે. કેવી તૈયારીઓ? 65 પછી તમને પૈસાની ચિંતા ના રહે એ માટે તમે તમારા સીએ કે ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર સાથે બેસીને પૈસા ક્યાં રોકવા, કેવી રીતે રોકવા, કેટલા રોકવા એની ગણતરીઓ કરો છો. એ જ રીતે તમે માંદા પડશો તો કેવી સારવાર લેશો, મેડિક્લેઈમનું પ્રીમિયમ કેટલું ભરશો, ક્યારે કઈ ઉપચાર પદ્ધતિ અપનાવશો, આહારમાં ક્યાં-કેટલી પરેજી પાળશો, કઈ કઈ દવાઓ નિયમિત લેશો તેનું પણ પ્લાનિંગ કરો છો.
મોટાભાગના લોકો પૈસાનું અને બહુ બહુ તો તબિયત માટેનું આયોજન કરીને સંતોષ માની લેતા હોય છે કે અમે વૃદ્ધાવસ્થા માટેસિક્યોર થઈ ગયા છીએ. પણ જિંદગી 65 વર્ષે નિવૃત્તિ લઈને પૂરી નથી થઈ જતી. તમે 75-85-95 અને કદાચ પૂરા 100 વર્ષ જીવવાના છો. 65થી 100 એટલે પૂરાં 35 વર્ષ થયાં. ભણ્યાગણ્યા પછીની લાઈફમાં તમે જેટલાં વર્ષ એક્ટિવ રહ્યા અલમોસ્ટ એટલાં જ બીજાં વર્ષ તમારે જીવવાનું છે. કેવી રીતે જીવશો એનો આધાર બે જ જણ પર છે. એક ભગવાન અને બીજા તમે. ભગવાન પોતાનું કામ કરશે, તમારે તમારું કામ કરતાં રહેવાનું.
60-65 વર્ષ પછીની જિંદગી કેવી હોવી જોઈએ એ વિશેનો પહેલો લેખ મેં 35–37 વર્ષની ઉંમરે લખ્યો હતો. એ પછી અવારનવાર આ વિશે જે વિચારો કર્યા, મનન કર્યું તેના મુદ્દાઓ લેખરૂપે નિયમિત લખ્યા છે. આ લેખો લખતી વખતે મારી સામે ટાર્ગેટ ઑડિયન્સ 60-65 પ્લસનું નથી હોતું. એમને સલાહસૂચન આપવાની મને કોઈ હોંશ નથી. કારણ કે હું જાણું છું કે પાકા ઘડે કાંઠલા નથી ચડવાના. મારી નજર સામે 35 પ્લસના વાચકો હોય છે, 45 કે 55ની ઉંમરના લોકો હોય છે.
65 પછી તમે નવી નવી સ્કિલ જરૂર શીખી શકો, પણ જિંદગીની દિશા નથી બદલી શકતા. દિશા નક્કી કરવા માટેની વય 55 કે 45 કે 35ની છે. 65 પછી તમે કૉમ્પ્યુટર ચલાવતાં શીખી શકો, જાતે ઈમેલ કરતાં તમને આવડી જાય. પણ કૉમ્પ્યુટરના એડવાન્સ પ્રોગ્રામો તમે નાની વયે રસ લીધો હશે તો જ આવડશે. 65 પછી તમે રસોઈ બનાવતાં શીખીને જાતે ભૂખ્યા ના રહો એવી વ્યવસ્થા કરી શકો. પણ નિપુણ રસોઈયા તો ત્યારે જ બની શકો જો તમારામાં નાની ઉંમરથી રસોઈ બનાવવાની આવડત હોય. 65 પછી મેરેથોનમાં ભાગ લઈને બે-પાંચ કિલોમીટરનો ડ્રીમ રન કરી શકો પણ 42 કિલોમીટર દોડવા માટે 55-45-35ની ઉંમરથી પ્રેક્ટિસ કરવી પડે, સ્ટેમિના કેળવવી પડે. 65 પછી તમે નાની અમથી જવાબદારીવાળું કામ કોઈની ઑફિસે જઈને કરી આપી શકો પણ 75મા વર્ષેય તમારી પોતાની ઑફિસ-તમારી પોતાની ફેક્ટરીની સંપૂર્ણ જવાબદારી સંભાળવી હોય તો એ માટે તમારી 45 કે 55ની ઉંમર હોય ત્યારે જ માનસિક-શારીરિક ક્ષમતાઓ કેળવી લેવી પડે.
વૃદ્ધાવસ્થા વિશે નિવૃત્ત વૃદ્ધોએ વિચારવાની જરૂર નથી. વૃદ્ધાવસ્થા વિશે 35-45-55ની ઉંમરના ભરપૂર એનર્જીથી કામ કરનારાઓએ વિચારવાની જરૂર છે.
પાન બનારસવાલા
વૃદ્ધાવસ્થાની સમસ્યા એ નથી કે મોજમજાઓમાં ઓટ આવે છે. ખરી સમસ્યા એ છે કે તમારી આશા બુઝાતી જાય છે અને તમારો ઉત્સાહ ઘટતો જાય છે.
– અજ્ઞાત
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો