ગોધરા હિંદુ હત્યાકાંડ પર એકતા કપૂરે બનાવેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ કેવી છે? : સૌરભ શાહ

(‘ત્રિવિધા’, Newspremi.com : શુક્રવાર, 15 નવેમ્બર 2024)

વાક્ય ભલે ચવાઈને ચુથ્થા જેવું થઈ ગયું હોય પણ એમાં રહેલું જે તથ્ય છે તે ચોવીસે કેરેટના સુવર્ણ જેવું છે : ‘સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં.’

આજે રિલીઝ થયેલી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મમાં 27 ફેબ્રુઆરી 2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડનું સત્ય મેઈનસ્ટ્રીમ હિંદી સિનેમા દ્વારા બહાર આવે છે. એક સંપૂર્ણ ફિલ્મ જોવાનો સંતોષ આપતી ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ હિંદુ-મુસલમાન સૌ કોઈએ જોવી જોઈએ. મુસ્લિમો પણ જાણે તો ખરા કે ગોધરાકાંડ સર્જવા પાછળ કોનો હાથ હતો – અત્યાર સુધી તેઓ અફવાઓને અને ફેક ન્યુઝને જ સત્ય માનતા રહ્યા.

27 ફેબ્રુઆરી 2002ના રોજ સવારે પોણા આઠ વાગ્યે ગોધરા સ્ટેશને એસ-સિક્સ ડબ્બાને (અને સાથે એસ-સેવન ડબ્બાને) શું કામ આગ લાગી? એ એક્સિડન્ટ હતો એવું સોનિયા સરકારના પિઠ્ઠુ લાલુપ્રસાદ યાદવની રેલવે મિનિસ્ટ્રીના રિપોર્ટમાં લખાયું. ડબ્બામાં કોઈએ સ્ટવ સળગાવ્યો અને બેદરકારીથી સળગતી સિગરેટનું ઠુંઠુ ફેક્યું એવું રિપોર્ટમાં કહેવાયું. બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ જેવાં ગીધડાંઓએ 59 કારસેવકોના શબ પર ઉજાણી કરતાં કહ્યું કે ચા-નાસ્તાના બિલ પર ઝગડો થયો, કોઈ મુસ્લિમ છોકરીને પ્લેટફોર્મ પરથી ઉઠાવીને ડબ્બામાં પૂરી દીધી એટલે ઝઘડો થયો. અને પછી? પછી ડબ્બો સળગ્યો!

મીડિયાવાળા બદમાશોએ જુઠ્ઠાણું વેચવા માટે સત્ય પર પડદો પાડી દીધો હતો.

મીડિયા કોના ઈશારે નાચતું હતું. ફિલ્મમાં ફોડ આપ્યા વિના, મોટરમાં ભજવાતા એક નાનકડા સીનમાંના સંવાદો દ્વારા, આડકતરી રીતે કહેવાયું છે કે આની પાછળ કૉંગ્રેસ અને મુસ્લિમ નેતાઓનો હાથ હતો. કે પછી કૉંગ્રેસના એક દિગ્ગજ મુસ્લિમ નેતા (હવે મરહૂમ)નો એમાં હાથ હતો? (એ રાઝ તો એમની સાથે જ ચાલી ગયો!)

‘ધ સાબરમતી રિપોર્ટ’ને ઉતારી પાડવા, એમાંથી ખામીઓ શોધવા લેફ્ટિસ્ટ ઈકો સિસ્ટમનાં ધાડાં ઉતરી આવશે. મેઈનસ્ટ્રીમ હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી કોઈ આવી રાષ્ટ્રવાદી ફિલ્મ બનાવવાની હિંમત ન કરે એ માટે મોદીવિરોધી, સનાતનવિરોધી, દેશવિરોધી ગેન્ગના સભ્યો ‘તટસ્થ રિવ્યુ’ આપવાના નામે બે સારી વાતો લખીને બાર વાંધાવચકા રજુ કરશે. તમારે એ લોકોના ધમપછાડા જોઈને આનંદ મેળવવાનો.

‘ધ સાબરમતી રિપોર્ટ’ નાણાવટી પંચના અહેવાલ પર અને સુપ્રીમ કોર્ટની નીમેલી સમિતિના અહેવાલ પર આધારિત છે. કોઈ જગ્યાએ એક તસુ જેવું પણ અસત્ય એમાં નથી. સામાન્યમાં સામાન્ય પ્રેક્ષકને પણ જકડી રાખે એવી ફિલ્મ બની છે. જે ભવ્ય રામ મંદિર માટે પણ હિંદુઓ કારસેવા કરવા અયોધ્યા ગયા હતા એમને ખરી શ્રદ્ધાંજલિ છે.

એક વાત ખાસ મેં નોંધી. આ ફિલ્મ ડિપ્રેસિંગ નથી, તમને હતાશ નથી કરતી, સૅડ નથી, ડાર્ક નથી. કેટલાકં દૃશ્યો તમને વિચલિત કરશે પણ તે અનિવાર્ય હતાં.

ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી ગુજરાતના, ભારતભરના હિંદુઓ બદનામ થયા. ભારતીય પત્રકારત્વમાં અને બૉલિવુડમાં લેફ્ટિસ્ટોની બોલબાલા હતી અને હજુય છે. આમ છતાં મીડિયામાં એક અર્નબ ગોસ્વામી જોખમ લઈને ડાબેરીઓના પિંજરામાંથી બહાર નીકળીને પોતાનો આગવો અવાજ ઊભો કરે છે. એ જ રીતે અત્યાર સુધી સિરિયલો અને ફિલ્મોમાં ટિપિકલ બૉલિવુડગીરી કરનારી બાલાજી ટેલીફિલ્મ્સની એકતા કપૂર આ જંજિરો તોડીને ‘ધ સાબરમતી રિપોર્ટ’ જેવી, લેફ્ટિસ્ટો બર્નોલ શોધવા દોડે એવી ફિલ્મ બનાવે છે. ભવિષ્યમાં હજુ બીજા ડાબેરી મીડિયાવાળા – હિંદી ફિલ્મોવાળા અર્નબ અને એકતાની સાથે જોડાશે. તમે અચ્છે દિન આવે એની રાહ જોઈ રહ્યા છો? અરે ભાઈ, અચ્છે દિન ઑલરેડી શરૂ થઈ ગયા છે.

***

જગદીશ વાસુદેવ એમનું મૂળ નામ. રજનીશચંદ્ર મોહન જેમ ઓશો તરીકે સૌના મનમાં વસી ગયા છે એમ જગદીશ વાસુદેવને સદ્દગુરુ (sadhguru)ના નામે આપણે જાણીએ છીએ. સહેજ વિસ્તારપૂર્વક ઓળખાણ આપવી હોય તો જગ્ગી સદ્દગુરુ.

ભારતની સનાતન પરંપરાનો આદર કરનારા સંતો, ગુરુઓ, અધ્યાત્મપુરુષો માટે મને હંમેશાં પૂજ્યભાવ રહ્યો છે. એમની પાસેથી ઘણું ઘણું શીખવાનું, સમજવાનું, પામવાનું હોય છે. સ્વામી સચ્ચિદાનંદ, પૂજ્ય મોરારીબાપુ, જૈનાચાર્ય વિજય રત્નસુંદરસુરિ મહારાજ સાહેબ, સ્વામી રામદેવ પાસેથી જીવન આખું ચાલે એટલો ખજાનો મળ્યો છે.

જગ્ગી સદ્દગુરુને રૂબરૂ ક્યારેય નથી મળ્યો, રજનીશજીને પણ નહોતો મળ્યો. આ બંને મહાપુરુષો વિશે ઘણી ગેરસમજો ફેલાયેલી છે. દુષ્ટ લોકોનું કામ જ એ છે-હવનમાં હાડકાં નાખવાનું. રજનીશજી માટે થતી ટીકાઓ વાંચી-સાંભળીને ક્યારેય એમના પ્રત્યેનો આદર ઓછો થયો નથી. સદ્દગુરુ વિશે એલફેલ વાતો કરનારાઓ પ્રત્યે હંમેશાં મને તિરસ્કાર રહ્યો છે.

સદ્દગુરુની એક મને સૌથી ગમતી વાત એ છે કે એ ક્યારેય ટીકાકારો, દલીલબાજોને અવૉઈડ નથી કરતા. સામે બેસાડે છે, જે પૂછવું હોય તે પૂછવા દે છે અને દરેક પ્રશ્નનો તર્કબદ્ધ, શાસ્ત્ર આધારિત જવાબ આપે છે- ઇંટનો જવાબ પથ્થરથી આપતા હોય તે રીતે. પણ કોઈ ઉશ્કેરાટ વિના, શાંતિથી. જાવેદ અખ્તરથી માંડીને લેફ્ટિસ્ટ યુવાનો, એક્ટિવિસ્ટ ટાઈપના લોકો, હિંદુવિરોધીઓ-ઘણું લાંબું લિસ્ટ છે. એ બધાની સાથેની ચર્ચાઓ તમને યુટ્યુબ પર શોધવાથી મળી જશે.

સનાતન પરંપરામાં આસ્થા ધરાવતા દરેક ભારતીય સંતનું આગવું મહત્ત્વ છે. દરેક પોતપોતાની રીતે હિંદુ ધર્મની આસ્થા વધે એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. દરેક સંત પોતાની મર્યાદા સમજીને એક નક્કી ટાર્ગેટ ઑડિયન્સ સુધી પહોંચવાની કોશિશ કરે છે. જગ્ગી સદ્દગુરુ અંગ્રેજીભાષીઓ અને યુવાનો સુધી વધારે પહોંચે એવી રીતે પોતાની વાતો રજુ કરે છે. કોઇમ્બતોર નજીક ઈશા ફાઉન્ડેશનનો જબરજસ્ત મોટો આશ્રમ છે. વિદેશોમાં પણ છે. વડા પ્રધાન મોદીની જેમ એમની વેશભૂષા પણ વખણાય છે. સ્વામી રામદેવ આવે ત્યારે સદ્દગુરુ પોતાની મોટરસાયકલ પર પાછળ બેસાડીને એમને આખો આશ્રમ બતાવવા લઈ જાય છે.

એકની એક રીતે જિંદગી જીવવામાં સલામતી લાગે છે પણ પછી એમાં વિકાસની કોઈ શક્યતા નથી રહેતી, સદ્દગુરુ કહેતા હોય છે. સદ્દગુરુ કહે છે કે (મહેનતથી નહીં પણ માત્ર) નસીબના જોરે જ મળી જાય છે તે ગુમાવી દેવાનો ડર હંમેશાં મનમાં રહ્યા કરે છે. સોશ્યલ મીડિયા પર પોતાના અધકચરા અભિપ્રાયોની ફેંકાફેંક કરનારા ટ્રોલરો માટે સદ્દગુરુનું કહેવું છે : જેટલા વધુ અભિપ્રાયો રાખશો એટલો જિંદગીને જાણવાનો અનુભવ ગુમાવશો.

ભારતને સદીઓથી નહીં હજારો વર્ષથી ઋષિઓ અને સંતો તરફથી મળતું જ્ઞાન સમૃદ્ધ કરતું રહ્યું છે. જગ્ગી સદ્દગુરુ આ ઉજ્જવળ પરંપરાને આગળ વધારી રહ્યા છે.

***

મુંબઈ છોડીને બીજે ક્યાંય વસવું નથી. એ વિશે વર્ષો પહેલા એક નિંબંધ પણ લખ્યો હતો જે મારા કોઈ નિબંધસંગ્રહમાં છે. બે વખત હું મુંબઈ સિવાયના શહેરોમાં જઈને મારા વ્યવસાયને કારણે વસ્યો છું. 1980ના દાયકામાં સુરત અને 2000ના દાયકામાં અમદાવાદ. કુલ મળીને મેં આઠદસ વર્ષ મુંબઈથી દૂર રહીને કામ કર્યું છે. પણ જન્મથી જ જ્યાં ઉછર્યો છું તે મુંબઈ શહેર હવે છેલ્લા શ્વાસ સાથે જ છૂટશે.

મુંબઈથી કંટાળીને નહીં પણ ચેન્જ માટે, હવાપાણી બદલવા માટે, જો ક્યાંક જવું હોય તો મારી પાસે બે ચૉઈસ છે. એક મારા બાપદાદાઓનું ગામ, મારું વતન—દેવગઢ બારિયા જે અગાઉ પંચમહાલ જિલ્લામાં પડતું હવે દાહોદ જિલ્લામાં આવે. નાનપણમાં બારિયા મારા દાદાને અને એમની સાથે રહેતા મારા મોટાભાઈને ખૂબ પત્રો લખતો. તે વખતે પોસ્ટવાળાઓએ નવો નવો પિનકોડ શરૂ કરેલો. બારિયાનો પિનકોડ હજુ યાદ છે- 389 380. ગૂર્જર પ્રકાશને ગુજરાતી સાહિત્યકારો પાસે પોતાના વતનનાં સંભારણાં લખાવીને એક પુસ્તક પંદરવીસ વરસ પહેલાં પ્રગટ કરેલું- ‘વહાલું વતન.’ એમાં બારિયા વિશેની ઘણી બધી સ્મૃતિઓ મેં ઠાલવી છે. ‘ન્યુઝપ્રેમી’ પર સર્ચ કરશો તો પણ છુટક છુટક ઘણી સામગ્રી મળી જશે.

બારિયા પછી બીજા કોઈ સ્થળે મને વારંવાર જવાનું ગમે તો તે છે માથેરાન. મુંબઈથી સાવ નજીક. ટ્રેનમાં કે ટેક્સીમાં બે-અઢી કલાકમાં પહોંચી જાઓ. ત્રીજા ધોરણના દિવાળી વેકેશનમાં પહેલીવાર સ્કૂલ ટ્રિપમાં માથેરાન ગયો. ‘બૉમ્બે વ્યુ હૉટેલ’ માં રહ્યા હતા. થોડા વર્ષ પહેલાં એ જ હૉટેલમાં નાટક લખવા માટે લાંબું રોકાવા ગયેલા. આ સાથે જે ફોટો છે એમાં એ જ હૉટેલના રૂમની બહારની બાલ્કનીના ટેબલ પર લખવાનો પથારો દેખાય છે. એસ.એસ.સી.ની પરીક્ષાઓ આપ્યા પછી ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા અમે ચાર દોસ્તારો ‘એલેક્ઝાન્ડર’ હૉટેલમાં ગયા હતા. એ પછી તો અનેકવાર માથેરાન જતા અને ત્યાંની સૌથી ફેમસ ‘રગ્બી’ હૉટેલમાં ઉતરતા 1995ની આસપાસ ‘રગ્બી’ રિલાયન્સે ખરીદી લીધી અને એમના કર્મચારીઓના ગેસ્ટ હાઉસ તરીકે વપરાતી થઈ ગઈ.

Screenshot

એ પછી ‘લૉર્ડ્ઝ’ મારી ફેવરિટ બની ગઈ. ખીણની સામે જ કોટેજીસ છે. સ્ટેશનની પણ નજીક છતાં એકદમ શાંત. લૉર્ડ્ઝનો ફાયદો એ કે એ પારસી માલિકીની છે. ત્યાં નૉનવેજ મળે એટલે ગુજરાતીઓ કોઈ આવે નહીં. આપણને આપણી પ્રાઈવસી મળી રહે. કોઈનું ડિસ્ટર્બન્સ નહીં. ગેરફાયદો એ કે ત્યાં ‘રગ્બી’ જેવી જમવાની મઝા નહીં. પણ એ તો ભાઈ, કહીં ઝમીં તો કહીં આસમાં નહીં મિલતા; કભી કિસી કો મુકમલ્લ વેકેશન નહીં મિલતા. ‘લૉર્ડ્સ’ માં આપણા જેવા શાકાહારીઓ માટે કિચનના સ્ટાફને જે કહીએ તે બનાવી આપે. અને સારું બનાવી આપે. અફકોર્સ ‘રગ્બી’ જેવું તો નહીં જ. પણ ‘રગ્બી’ માં રહેવા માટે ક્યાં વળી રિલાયન્સની નોકરી કરવા જવું.

‘મિડ-ડે’ છોડ્યા પછી, 2002ના વરસાદના દિવસોમાં અમે ‘લૉર્ડ્ઝ’ માં પંદર-વીસ દિવસનું બુકિંગ કરાવીને ગયા હતા. મારા ત્રણ નિબંધસંગ્રહો અને મેનેજમેન્ટ સિરીઝનાં ચાર પુસ્તકોનું ફાઈનલ એડિટિંગ મેં ત્યાં રહીને જ કર્યું હતું. એ વખતે માલિક જિમી લૉર્ડ હયાત હતા. વૃદ્ધાવસ્થા વધી ગઈ હતી પણ ફુલ્લી ઍક્ટિવ હતા. તે વખતે હું જલસાથી ડ્રિન્ક કરતો, સિગારેટ પીતો. લૉર્ડ્ઝના સ્વિમિંગ પુલ પાસે ટેબલખુરશી ગોઠવીને વેલીવ્યુ જોતાં જોતાં સંધ્યાકાળ વખતે દિવસ આખાના કામનો થાક ઉતારતો. જાતજાતનાં મંચિંગ તૈયાર કરાવીએ. બૉટલો તો મુંબઈથી સાથે જ લીધી હોય. જિમી લૉર્ડ આ બધું જોતા હશે અને મનોમન નોંધતા હશે. એક દિવસ બટલર આવીને કહે કે શેઠસાહેબે આજે સાંજે એમની સાથે ડ્રિન્ક લેવા તમને બોલાવ્યા છે.

વરસાદની સિઝનમાં હૉટેલ બંધ થાય, નોકરોચાકરો વિદાય લે. છેલ્લો દિવસ હતો ત્યારે અમે વિદાય લીધી.

એક દિવસ ખબર પડી કે જિમી લૉર્ડ નથી રહ્યા. પછી માથેરાન જઈએ ત્યારે એમનાં પત્નીના મેનેજમેન્ટમાં ચાલતી ‘લૉર્ડ્ઝ’ માં ઉતરીએ. હવે એમનો દીકરો ચલાવે છે.

માથેરાનમાં સ્ટેશનથી ‘લૉર્ડ્ઝ’ જતાં હો ત્યારે જમણા હાથે એક નાનકડી બંગલી જેવું સ્ટ્રક્ચર આવે છે. અગાઉ ઘણી વખત જોયું હશે પણ બહુ નોટિસ નહીં કરેલું. ૧૯૯૭માં ‘મહારાજ’ નવલકથા પર રિસર્ચ કરતો હતો ત્યારે મેં વાંચ્યું કે કરસનદાસ મૂળજીના મિત્રોએ એમની સમૃતિમાં માથેરાનમાં એક લાયબ્રેરી બંધાવેલી. આ બંગલી એટલે એ જ લાયબ્રેરી. હવે ત્યાંની નગરપાલિકા એનું સંચાલન કરે છે. યશરાજ ફિલ્મ્સ માટે દિગ્દર્શક સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ ‘મહારાજ’ નું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મેં એમને કહેલું કે આ લાયબ્રેરીનો ઉલ્લેખ ફિલ્મમાં આવે તે જોજો જેથી પ્રેક્ષકોને કરસનદાસ મૂળજીનો જમાનો પોતાની નજીકનો લાગે. દિગ્દર્શકે પિક્ચરની છેવાડે આ વાત મૂકી છે. ‘નેટ્ફ્લિક્સ’ પર જુઓ ત્યારે પૉઝ કરીને જોઈ લેજો.

વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે અને દિવાળીના વેકેશનની ગિરદી પણ હવે તો નહીં હોય. શિયાળામાં માથેરાન જઈને રહેવાની, કામ કરવાની મઝા જ કંઈક ઔર હોય. પણ પ્રૉબ્લેમ એ છે કે એટલાં બધાં પુસ્તકો પેન્ડિંગ છે કે ‘લૉર્ડ્ઝ’ માં એક આખું વરસ બુકિંગ કરાવવું પડે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Dear Saurabh Sir,

    Thank you once again for such a meaningful and informative article.

    In your second part of the write-up you have written Beloved Osho’s name as Rajneesh Chandra Mohan but his real name is Chandra Mohan Jain.

    You knowledge is more sound and detailed than me so please correct me if I am wrong.

  2. સૌરભભાઈ, માથેરાનમા માણેકલાલ ટેરેસ અને સીસીલ હોટેલની પુરણ પોળી વખણાતી એક જમાનામા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here