ક્યારે લખવું, ક્યાં લખવું, કેવી રીતે લખવું અને કેટલું લખવું : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 9 ફેબ્રુઆરી 2025 )

ચાર્લ્સ ડિક્ન્સે પ્રોલિફિક લખ્યું. પંદર નવલકથાઓ લખી જેમાંની દસ તો આઠસો પાનાં કરતાં લાંબી, અનેક ટૂંકી વાર્તાઓ, નિબંધો, નાટકો, પત્રો લખ્યા. ચાર્લ્સ ડિક્ન્સ પોતાને અનુકૂળ વાતાવરણ હોય તો જ લખી શકતા. એકદમ નીરવ શાંતિ જોઈએ. એમના એક ઘરમાં એમની સ્ટડીમાં એેક વધારાનો દરવાજો નખાવેલો – બહારનો ઘોંઘાટ અંદર ન આવે એટલે. સ્ટડી ટેબલ અને સ્ટડી રૂમ એકદમ નીટ ઍન્ડ ક્લીન જોઈએ. ડેસ્ક વિન્ડોની સામે હોવી જોઈએ. બ્લ્યુ ઈન્કથી લખતા. ટેબલ પર નાની મોટી અનેક નિકનૅક્સ રાખતા, ફ્રેશ ફ્લાવર્સ પણ એક નાના વાઝમાં રહેતાં.

ડિક્ન્સનો લખવાનો સમય ભાગ્યે જ બદલાતો. સચિવાલયમાં નોકરી કરવા જતા કારકૂનની જેમ એમનું નિશ્ચિત રૂટિન રહેતું. સવારે ૭ વાગ્યે ઊઠવાનું. ૮ વાગ્યે બ્રેકફાસ્ટ. ૯ વાગ્યે સ્ટડીમાં. બપોરના બે વાગ્યા સુધી ત્યાં જ. વચ્ચે ફૅમિલી સાથે નાનકડો લંચ બ્રૅક પણ જમતી વખતે પોતાના જ વિચારોમાં ખોવાયેલા હોય, યંત્રવત્ જમી લેતા, ભાગ્યે જ કંઈ બોલતા. જમીને તરત પાછા ડેસ્કભેગા થઈ જતા. નૉર્મલ દિવસોમાં આ રીતે (૯થી બે દરમિયાન) બે હજાર શબ્દો લખતા અને ક્યારેક દિમાગ પર ધૂન સવાર થઈ ગઈ હોય ત્યારે સડસડાટ ચાર હજાર શબ્દો લખાઈ જતા. ક્યારેક કશું જ ન લખાતું હોય ત્યારે પણ આ ટાઈમટેબલ તો પાળવામાં આવતું જ. સ્ટડી રૂમમાં જઈને કાગળ પર ચીતરડા ભમરડા કરતા કે બારીની બહાર જોઈને ટાઈમપાસ કરતા. પણ રહેવાનું સ્ટડીરૂમમાં જ.

બે વાગ્યા પછી ડેસ્ક છોડીને ઘરની બહાર નીકળી જતા. ત્રણ કલાક સુધી તેજ પગલે ચાલતા. કાં તો લંડનની ગલીઓમાં, કાં પછી ક્ધટ્રીસાઈડમાં. ચાલતાં ચાલતાં સ્ટોરી વિશે વિચારતા. ચાલીને પાછા આવે ત્યારે એકદમ એનર્જેટિક ફીલ કરે. નવા વિચારોથી દિમાગ છલોછલ હોય. સાંજે છ વાગ્યે ડિનર. પછી મિડનાઈટ સુધી ફૅમિલી અને ફેન્ડ્ઝ સાથે ગપ્પાં. બાર વાગ્યે સૂઈ જવાનું.

લિયો (લેવ) તોલ્સ્તોય ‘વૉર ઍન્ડ પીસ’ લખતા હતા તે ગાળામાં એમણે પોતાની ડાયરીમાં નોંધ્યું હતું: ‘મારે રોજ લખવું જ પડે, એક પણ દિવસ પાડ્યા વિના – મારું કામ વખણાય એટલા માટે નહીં પણ મારું રૂટિન ખોરવાઈ ન જાય એટલા માટે.’ તોલ્સ્તોય લખતા હોય ત્યારે એમના સ્ટડીરૂમનો દરવાજો તો બંધ જ હોય, આજુબાજુના ખંડના દરવાજા પણ વાસેલા હોય જેથી કોઈની અવરજવરથી ખલેલ ન પહોંચે. માત્ર એમની પત્નીને છૂટ. ઘણી વખત તોલ્સ્તોય લખતા હોય ત્યારે એ ચૂપચાપ ભરતગૂંથણ કરતી એમની આસપાસ બેઠી હોય.

માર્ક ટ્વેનનું રૂટિન સિમ્પલ હતું. સવારે હેવી બ્રેકફાસ્ટ કરીને સ્ટડીરૂમમાં ઘૂસી જાય, સાંજે પાંચ વાગ્યે બહાર નીકળે. લંચ સ્કિપ કરે. સાંજે ડિનર પછી ફૅમિલી મેમ્બર્સ સમક્ષ દિવસ દરમિયાન લખાયેલું લખાણ વાંચે. રવિવારે રજા.

‘લોલિતા’ના લેખક વ્લાદિમિર નબોકોવની લખવાની સ્ટાઈલ વેગળી હતી. નાના નાના ઈન્ડેક્સ કાર્ડ્સ પર પેન્સિલથી લખે. આને કારણે વાક્યો, પેરાગ્રાફ્સ કે આખાંને આખાં પ્રકરણો આગળપાછળ કરીને નવલકથા ઍડિટ કરી શકે. પહેલો ડ્રાફ્ટ આ રીતે બને. એ પછી એમની પત્ની કાગળ પર સંપૂર્ણ ડ્રાફ્ટ ટાઈપ કરી આપે. પછી એ પાનાંઓ પર લેખક સુધારાવધારા કરીને નૉવેલને આખરી સ્વરૂપ આપે. વિન્ટરમાં સવારે સાત વાગ્યે ઊઠે. પંખીઓના અવાજ સાંભળતાં આગલા દિવસ દરમિયાન લખાયેલા અને આજે લખાનારા લખાણ વિશે વિચારો કરતાં પડ્યા રહે. આઠ વાગ્યે પથારી છોડીને પહેલાં શેવ કરી લે, પછી બ્રેકફાસ્ટ, પછી મેડિટેશન અને પછી નહાઈને કામ કરવા બેસે. લંચ સુધી સ્ટડીમાં લખવાનું. વચ્ચે એકાદ વખત પત્ની સાથે બહાર-સરોવર તરફ લટાર મારવા જવાનું. એક વાગ્યે જમીને દોઢ વાગ્યે પાછા કામ પર. સાડા છ સુધી લખવાનું. પછી ન્યૂઝ પેપરના સ્ટૉલ સુધી ચાલવાનું. છાપું લઈને પાછા આવીને સાત વાગ્યે ડિનર. ડિનર પછી કોઈ કામ નહીં. નવ વાગ્યે પથારીમાં. સાડા અગિયાર સુધી વાંચવાનું. અનિદ્રા સાથે લડતાં લડતાં એક વાગ્યે સૂઈ જવાનું.

‘ફાઉન્ટનહેડ’ લખતી વખતે ઍય્ન રૅન્ડ જબરજસ્ત માનસિક તનાવ હેઠળ રહેતા. આ નવલકથાના શરૂઆતના ત્રીજા ભાગનું પ્લાનિંગ કરવામાં અને લખવામાં જ વર્ષો લાગી ગયાં. ખૂબ થાકી જતાં. ડૉક્ટરની સલાહ લીધી. તે વખતે બેન્ઝા ડ્રાઈન નામની દવા નવી નવી આવી હતી. એનર્જી લેવલને બૂસ્ટ કરવા ડૉક્ટરે આ પિલ્સ ઍય્ન રૅન્ડને લખી આપી. દવા લીધા પછી ઍય્ન રૅન્ડ એક વરસ સુધી દર અઠવાડિયે એક પ્રકરણની સ્પીડે લખતાં થઈ ગયાં. દિવસરાત લખતાં. દિવસનાં કપડાં પહેરીને જ રાત્રે સોફા પર આડા પડીને ઊંઘ ખેંચી લેતાં. એક વખત તો સળંગ ત્રીસ કલાક લખતાં રહ્યાં – વચ્ચે થોડું જમવા માટે બ્રૅક લીધો. લખતાં લખતાં અટવાઈ જતાં તો ક્યાકેય ડેસ્ક પરથી ઊભા થઈને બહાર આંટો મારવા નીકળી પડતા નહીં. ક્યારેક સોલિટેર રમતા, છાપું વાંચતા અથવા બહારની બહાર જોયા કરતા, સ્મોક કરતા, વિચાર કર્યા કરતા. પાછા લખવાનું શરૂ કરતા. ‘ફાઉન્ટનહેડ’ના સર્જનમાં એ દવા બહુ કામ આવી પણ પછી લેખિકા એના બંધાણી થઈ ગયાં. એ પછીના ત્રણ-ત્રણ દાયકા સુધી આ દવાના ઓવરયુઝને કારણે મૂડ સ્વિંગ્સ, ઈમોશનલ આઉટ બર્સ્ટ્સ, ઈરિટેબિલિટી અને પેરેનોઈઆ એમના વ્યક્તિત્વના અનિવાર્ય હિસ્સા બની ગયા.

રવિવાર હોય કે જાહેર રજા હોય કે પછી પોતાનો બર્થ-ડે હોય સ્ટીફન કિંગ વરસના એકે એક દિવસે લખે છે. રોજના બે હજાર શબ્દોનો ક્વોટા ન લખાય ત્યાં સુધી કામ પૂરું નહીં કરવાનું. સવારે આઠ-સાડા આઠે લખવાનું શરૂ થાય, સાડા અગિયાર સુધીમાં પૂરું થઈ જાય. ક્યારેક બે હજાર શબ્દોનો ક્વોટા પૂરો ન થાય તો દોઢ વાગ્યા સુધી કામ ચાલે. પછીનો બધો જ સમય – બપોર – સાંજ – રાત વામકુક્ષી, પત્રો, વાંચન અને ફૅમિલી માટે. અને હા, ટીવી પર બેઝબોલની ગેમ અચૂક જોવાની. ‘રેડ સોક્સ’ એમની ફેવરિટ ટીમ. ‘બેડરૂમની જેમ તમારો લખવાનો રૂમ પણ પ્રાઈવેટ છે, કારણ કે તમે ત્યાં સપનાં જુઓ છો,’સ્ટીફન કિંગ કહે છે.

લખવું એક કળા તો છે જ પણ લખવું એક મજૂરીનું કામ પણ છે, મહેનતનું કામ પણ છે, પરસેવો પાડનારું કામ છે. માત્ર કલ્પનાઓ કરી લેવાથી લખાતું નથી. કલ્પનાને શબ્દોનો આકાર આપીને કાગળ પર ઉતારવી પડે. પછી જ એનો ઘાટ ઘડી શકાય. ઘાટ ઘડતી વખતે ક્યારેક પહેલા જ પ્રયત્ને સંઘેડાઉતાર રચના સર્જાય, ક્યારેક વારંવાર સર્જન તૂટતું રહે, નવેસરથી શરૂઆત કરવી પડે. સર્જન પ્રક્રિયાની આ જ તો મઝા છે, આ જ તો નશો છે એનો, જે ઍન્ટિક્વિટીના ચાર કડક પેગ કરતાં કંઈક અધિકગણો ચડિયાતો છે!

પાન બનારસવાલા

લખવામાં બીજું કંઈ નથી, બસ ટાઈપરાઈટર સામે બેસવાનું અને લોહીલુહાણ થતાં રહેવાનું.

– અર્નેસ્ટ હેમિંગ્વે

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. સૌરભ ભાઈ, તમે લખવામાં કેવી શિસ્ત રાખો છો, કેવી દિનચર્યા રાખો છો તેના વિશે પણ ક્યારેક લખો. તમે લખ્યા એ બધા લેખકોને વાંચવા અમારા માટે કદાચ શક્ય નથી. અમારા માટે તો તમે જ મોટા લેખક છો.

    • મારી લેખનપદ્ધતિમાં કોઈ મોટા મોર ટાંક્યા નથી. એક વાક્યની જ વાત છે: પેન લેવાની, કાગળ લેવાના, લખવા માંડવાનું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here