સ્વામી અને મલહોત્રા

ગુડ મોર્નિંગ

સૌરભ શાહ

સુબ્રહ્મણ્યમ સ્વામી અને રાજીવ મલહોત્રાને એક સાથે એક મંચ પરથી સાંભળવાનો લહાવો મળતો હોય તો કોણ જવા દે? રવિવાર (આઠમી જુલાઈ)ની બપોરે ધોધમાર વરસાદમાં લાંબા લાંબા પ્રવાસો કરીને મુંબઈગરાઓ તેમ જ બહારગામથી આવેલા શ્રોતાઓ શિવાજી પાર્કના વીર સાવરકર સભાગૃહમાં ખીચોખીચ જમા થઈ ગયા – સમય કરતાં અડધો કલાક પહેલાં. સભા હોય તો આવી હોય. વક્તાઓ શાનદાર અને શ્રોતાઓ જાનદાર.

સ્વામીને આપણે સૌ ઓળખીએ છીએ. ઈમરજન્સીના હીરો. ત્રણ વખત લોકસભામાં અને ત્રણ વખત રાજ્યસભામાં સભ્ય રહી ચૂક્યા છે. ગ્રેટ ઈકોનોમિસ્ટ. માતાપુત્રને નૅશનલ હેરલ્ડ કેસમાં જામીન લેવા પડ્યા એવા જડબેસલાક કેસોના ફરિયાદી. ટુજી કેસ પણ એમણે ઊંચક્યો અને અત્યારે ચિદમ્બરમ્ના કુટુંબની ઊંઘ હરામ કરી રહ્યા છે – ભ્રષ્ટાચારોને લગતા કેસોમાં. બાબરી-રામ જન્મભૂમિ કેસમાં પણ આગળ પડતો ભાગ ભજવી રહ્યા છે. ૭૯ વર્ષની ઉંમરે શારીરિક અને માનસિક ચપળતા એમના કરતાં અડધી ઉંમરનાઓ જેવી છે.

રાજીવ મલહોત્રાનું નામ બધાએ નહીં સાંભળ્યું હોય. પણ જે લોકો એમનાથી પરિચિત છે એમને ‘બ્રેકિંગ ઈન્ડિયા’ સહિતનાં એમનાં પુસ્તકો વિશે ખ્યાલ હશે. લગભગ પાંચ દાયકાથી અમેરિકા રહે છે મૂળ દિલ્હીના. ૧૯૯૪માં ૪૪ વર્ષની ઉંમરે નક્કી કર્યું કે હવે ખૂબ કમાણી કરી લીધી. આઈ.ટી. ઈન્ડસ્ટ્રીમાં વિશ્ર્વભરમાં સારું-મોટું નામ. બહોળો વેપાર કર્યો. પોેતાના પૂરતું અને કુટુંબ પૂરતું રાખીને બાકીનું બધું જ નાણું એક ફાઉન્ડેશન બનાવીને સોંપી દીધું. એક જ જીદ. ભારત વિશે, ભારતનાં ધર્મ અને સંસ્કૃતિ વિશે વિદેશી સ્કૉલરોએ જે ગપગોળા ફેલાવ્યા જેને કારણે ભારતીય પ્રજા લઘુતાગ્રંથિ અનુભવતી થઈ ગઈ તે બાબતે કંઈક કરવું. અમેરિકન યુનિવર્સિટીઓમાં ભારતીય ધર્મ-સંસ્કૃતિ વિશે ચાલતા અભ્યાસક્રમોમાં ઘૂસી ગયેલા ખોટા શિક્ષણવિદ્ો સામે ખુલ્લી લડત ચલાવી. ઘણી મોટી લૉબી સામે દુશ્મનાવટ વહોરી લીધી. અડધો ડઝનથી વધુ તોતિંગ ગ્રંથો લખ્યા જેમાંનું એક અતિ મહત્ત્વનું પુસ્તક તે ‘બ્રેકિંગ ઈન્ડિયા’ યુનિવર્સિટીઓને ચોક્કસ કાર્યો માટે દાન-ધર્માદા ખૂબ કર્યા અને આ વિષયને લગતો અભ્યાસ કરનારાઓને સ્કૉલરશિપ પણ ઘણી આપી. સુબ્રહ્મણ્યમ સ્વામીએ રવિવારની સભામાં જાહેર કર્યું કે ભારતીય વિદ્યાર્થીઓને ભણાવાતા અભ્યાસક્રમોમાં આમૂલ પરિવર્તન આવે તે જરૂરી છે અને નવાં પાઠ્યપુસ્તકો રચવાની સમિતિના પ્રમુખપદ માટે સૌથી લાયક વ્યક્તિ રાજીવ મલહોત્રા છે.

રાજીવ મલહોત્રાએ એક કલાકના પ્રવચન દરમ્યાન ઘણી ઊંડી સમજદારીભરી વાતો કહી. સુબ્રહ્મણ્યમ સ્વામીએ પણ. આપણને થાય કે ગુજરાતીમાં દાયકાઓથી પર્યુષણ જેવા પ્રસંગોએ તેમ જ બીજા જાતજાતના અવસરોએ જે પ્રકારના પ્રવચનો થાય છે તેના આયોજકોએ જો રવિવારના આ પ્રવચનમાં હાજરી આપવાની તસદી લીધી હોત તો તેઓને ખ્યાલ આવે કે રિયલ બૌદ્ધિક ભાથું કોને કહેવાય અને મન ધરાઈ જાય એવી ક્ધટેન્ટ કોને કહેવાથી. પિન ડ્રોપ સાયલિન્સ ત્યારે જ તૂટે જ્યારે કોઈ વાતે તાળીઓનો પ્રચંડ ગડગડાટ થાય. બેઉ માનવીય વક્તાઓને તમામ શ્રોતાઓએ એક કરતાં વધારે વાર ઊભા થઈને તાળીઓ સાથે વધાવી લીધા. પ્રશ્ર્નોત્તરી પણ ડીસન્ટ. શ્રોતાઓના હાથમાં માઈક આપવાનું જ નહીં જેથી કોઈ દોઢડાહ્યા પોતાનું અધકચરું જ્ઞાન ભરડવા ના માંડે કે પોતાની મહત્તા જતાવવા વિદ્વાન વક્તાને ઊતારી પાડતા સવાલો ના પૂછે. પ્રવેશતી વખતે સૌને એક કોરો કાગળ આપવામાં આવ્યો હતો જેના પર નામ-ફોન નંબર-ઈમેલ આઈડી સાથે સવાલ પૂછવાનો. બેઉ વક્તાઓએ પોતાને મળેલા સવાલોમાંથી તારવીને સુંદર રીતે ટૂંકામાં જવાબ આપ્યા. લેસ ધૅન દસ મિનિટમાં તો પ્રશ્રોત્તરી આટોપાઈ ગઈ.

ઈન્વિટેશન મેળવવા માટે પણ પ્રોસિજર હતી. ઑનલાઈન એપ્લાય કરવાનું. સાથે રૂપિયા બસો રજિસ્ટ્રેશન ફી પણ ઑનલાઈન ભરી દેવાની. સભાસ્થળે વેળાસર પહોંચીને આઈડી પ્રૂફ બતાવીને પાસ લઈ લેવાનો. સભાગૃહમાં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જવાનું. કોઈના માટે સીટ રોકી રાખીને સમયસર આવેલાઓને અન્યાય નહીં કરવાનો.

સુબ્રહ્મણ્યમ સ્વામી ભાજપના સાંસદ છે અને એથી વિશેષ એમના કામને લીધે એમણે એવા એવા દુશ્મનો ઊભા કર્યા છે કે એમના માટે કડક પોલીસ બંદોબસ્ત હોય જ. રાજીવ મલહોત્રા પણ સ્પષ્ટવક્તા છે, મૌલિક વિચારક છે, પોતાના વિચારોને નિર્ભીક રીતે પોતાના પુસ્તકોમાં પ્રગટ કરતા રહે છે. એટલે સ્વાભાવિક છે કે એમને નાપસંદ કરતા લોકો પણ આ દેશમાં હોવાના. આ બંને વક્તાઓને મંત્રમુગ્ધ બનીને સાંભળ્યા પછી જે કંઈ પામ્યા છીએ તે હું તમારી સાથે વહેંચવા માગું છું. કાલે.

આજનો વિચાર

પહેલાં ફોન પર વાત થતી…

… હવે ફોન બાજુ પર મૂકીએ ત્યારે વાત થાય છે.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ

બકો: પકા, ધર્મસંકટ કોને કહેવાય ખબર છે?

પકો: કોને કહેવાય?

બકો: વાઈફ પૂછે કે શાક ભાવ્યું? ના પાડો તો ચીડાઈ જાય અને હા પાડો તો વધારે મૂકે!

15 COMMENTS

  1. આપ જ આવી વિભુતિઓને ન્યાય આપી શકે.

  2. સૌરભ શાહ હંમેશાં વધુ રસિક ભાગ માટે વાચકોને બાંધી રાખવામાં માહેર છે. પણ એમને વાંચીએ ત્યારે લાગે કે એ સામે જ બેઠા છે. એ એમની ખૂબી છે.

  3. આવતીકાલ ની ખૂબ આતુરતા થી રાહ જોઈશું

  4. Sirji,

    Gai kale me chhandogya upanisad ni ek varta vanchi..

    Aapdi education system ma aava grantho ni vartao add karavama aave to…???

  5. ??????
    Bharatiye sanscruti ane dharm na upasak ne Bharatpremi eva swamiji ane Malhotraji ne amara khub Pranam ??

  6. હમણાં ની શિક્ષણ નીતિ માં માણસ નું ચારિત્ર્ય ઘડતર નથી. એટલે પ્રજા વીર્યવાન નથી. જો આજ ની શિક્ષણ નીતિ ને સંપૂર્ણ પણે બદલવા માં આવે તો આપણો દેશ ચોક્કસપણે મહા સત્તા હશે.આજ ની શિક્ષણ પધ્ધતિ માહિતી પ્રધાન થી વિશેષ કંઈ નથી. તેમાં knowledge wisdom vision નો અભાવ છે.આજે લોકો અંધારા માં મરવા ના વાંકે જીવે છે. ત્યારે સૌરભ શાહ રાજીવ મલ્હોત્રા સુબ્રમણ્યમ સ્વામી કે સ્વામી સચ્ચિદાનંદ જેવા ચિંતકો આગળ આવી સમાજમાં બદલાવ લાવવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે તે જાણી ને એક ઊંડી નિરાશા માં આશા જન્મી છે.સૌ ને સલામ.

  7. Very eager to read SAURABH SHAH special review of the event….
    By the way,
    Can we have any link to watch this complete program….???

  8. હિન્દુત્વ ના પ્રખર હિમાયતી આપ તથા સ્વામીજી તથા મલ્હોત્રા સાહેબ ને વાંચવા ખૂબ જ જરૂરી છે, ભારતીય સંસ્કૃતિ ની સાચી ઓળખ આપવામાં સૌ છો, આનંદ છે, આપ અમને યોગ્ય માર્ગદર્શન આપો છો, હજુ ગઈકાલે જ સ્વામીજી અમદાવાદમાં હતા, તેમણે કહ્યું કે ૨૦૧૯ ની ચુંટણી પહેલાં રામમંદિર નું નિર્માણ શરૂ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here